બાળકના ભણતર અને ઘડતર કરનારા માતા, પિતા અને શિક્ષકોનો ફાળો
બાળકના જીવન ઘડતરના પાયો કુટુંબમાં નખાય છે. માતા-પિતા પાસેથી બાળકને ઉચ્ચ કોટિના સંસ્કારો પ્રાપ્ત થાય તેવી પ્રેરણા હર-હંમેશા મળવી જોઈએ. ઘરનું વાતાવરણ એકબીજાને પ્રેમ, ઉષ્મા અને હૂંફ મળી રહે તેવું માનમર્યાદવાળું, નિયમિતતા અને પ્રમાણિકતાવાળું, ઉચ્ચ આચારો, વિચારો અને વર્તનવાળું, સહનશીલતાના ગુણોવાળું, વિનય, વિવેક અને વિદ્રતાવાળું સેવાભાવી અને કર્મનિષ્ઠ હોય તો બાળકના ઉછેરમાં ઉચ્ચ કોટિના સંસ્કારોનું સિંચન થાય છે. જે બાળકને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. આપણી જીવનશૈલીથી જ ઘર મંદિર પણ બની શકે છે. બાળકને નાનપણથી યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાન માટે અત્યંત જરૂરી છે. બાળક માતૃપ્રિય, પિતૃપ્રિય, સમાજપ્રિય અને રાષ્ટ્રપ્રિય બને તે માટેના પ્રયત્નો શિક્ષણ દ્વારા થાય છે.ભારતનો ભાવિ નાગરિક વિશ્વની પ્રગતિ સાથે કદમ રાખે એવો ઓજસ્વી અને તેજસ્વી બને, રાષ્ટ્રનો પાકો ઘડવૈયો બને. બાળક શાળામાં પ્રવેશ કરે છે તે બાળકનો બીજો જન્મ છે. ગુરુજન સર્જનહાર...